નવી દિલ્હીઃ ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું સામાન્ય સમયે 1 જૂન આસપાસ કેરળ પહોંચશે. સચિવ એમ. રાજીવને જણાવ્યું કે હવામાન વિભાગ (IMD) 15 મી મેના રોજ ચોમાસાની સત્તાવાર આગાહી રજૂ કરશે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્યનું 98 ટકા રહેવાની સંભાવના છે.
મંત્રાલયમાં સચિવ માધવન રાજીવને ગુરુવારે આ અંગે માહિતી આપી. તેઓએ માહિતી આપી હતી કે, ભારત હવામાન વિભાગ 15 મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાની આગાહી કરશે. માધવને ટ્વિટ કર્યું કે, 'મોનસૂન 2021 અપડેટ: ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. આ પ્રારંભિક આગાહી છે હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે. આઇએમડીએ કહ્યું કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે છે. લાંબા ગાળાના સરેરાશ વરસાદનો આંક 98 ટકા સુધી રહેશે. તેમાં પાંચ ટકાનો વધારો થઈ શકે છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય અને અનેક ક્ષેત્રમાં સામાન્યથી વધુ રહેશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38