(file photo)
નવી દિલ્હીઃ આ વખતે ચોમાસાનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેની સાચી સ્થિતિ માત્ર એ વાત પરથી નથી સમજી શકાતી કે દેશમાં કેટલો વરસાદ થયો. આ વખતે વરસાદ ક્યારે, ક્યાં અને કેટલો ઝડપી થયો, તે વધારે મોટો સવાલ બની ગયો છે.
ઓગસ્ટ મહિનામાં દેશભરમાં વરસાદ સામાન્ય કરતાં લગભગ 16% ઓછો રહ્યો છે. જેના કારણે જૂનથી 31 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ચોમાસાની વરસાદી ખાધ વધીને આશરે 14% થઈ ગઈ છે. જોકે, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ એટલો ભારે વરસાદ વરસ્યો કે પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. એટલે કે દેશમાં વરસાદ ઓછો થયો છે, પરંતુ જ્યાં ખાબક્યો છે ત્યાં આફત બનીને ત્રાટક્યો છે.
હવામાન વિભાગના 31 ઓગસ્ટના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ 12 થી 20 સેન્ટીમીટર સુધીનો અતિભારે વરસાદ પડ્યો હતો. ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 1 સપ્ટેમ્બરે પણ ભારેથી અતિભારે વરસાદનો દોર ચાલુ રહેવાનું અનુમાન છે. તેનાથી વિપરીત, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની ગતિવિધિઓ નબળી રહેવાની સંભાવના છે.
દેશનો સરેરાશ આંકડો જમીની સ્તર પર ઊભી થયેલી સમસ્યાનું સાચું ચિત્ર રજૂ કરતો નથી. ઉદાહરણ તરીકે, કોઈ વિસ્તારમાં આખા મહિને વરસાદ ઓછો રહ્યો હોય, પરંતુ માત્ર બે-ત્રણ દિવસમાં જ પડેલા અતિભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, શહેરોમાં નાળાઓ છલકાઈ ગયા અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન તેમજ અચાનક પૂરનો ખતરો તોળાવા લાગ્યો.
18 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળના ગંગા તટવર્તી વિસ્તારો અને ઓડિશામાં 21 સેન્ટીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. આ જ દિવસે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ 12 થી 20 સેન્ટીમીટર જેટલું પાણી વરસ્યું હતું. 25 ઓગસ્ટે ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં 20 સેમી સુધી વરસાદ થયો હતો. જ્યારે મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યપ્રદેશમાં મંદાકિની નદી ભયજનક સપાટીથી આશરે છ મીટર ઉપર વહેવા લાગી હતી. જો કે ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડ્યો છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17