IND vs PAK: ચાહકો T- 20 વર્લ્ડકપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમે ઘણો ડ્રામા જોયો. જેમાં પહેલા તેઓએ આ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ICC દ્વારા ઠપકો આપ્યાં બાદ તેઓ મેચ રમવા માટે સંમત થયા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને જોવા માટે PCBના વડા મોહસીન નકવી પણ કોલંબો પહોંચ્યા હતા. પરંતુ મેચમાં પાકિસ્તાની ટીમે ટીમ ઈન્ડિયા સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું શરૂ કરતાં જ ટ્રોફી ચોર નકવી ચોરની જેમ ચોરીછૂપીથી મેદાનમાંથી ભાગી ગયો.
નવાઝની વિકેટ અને નકવીનું સ્ટેડિયમમાંથી ગાયબ થવું
પાકિસ્તાન સામેની આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યાં. ઇશાન કિશનની 77 રનની ઇનિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને પ્રથમ બે ઓવરમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે મેચ બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. પાકિસ્તાની ઇનિંગ્સની 12મી ઓવરના ચોથા બોલ પર જ્યારે કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝને પેવેલિયન પરત મોકલ્યો, ત્યારે PCBના વડા મોહસીન નકવી પણ સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો. સમાચાર એજન્સીએ નકવીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની કારમાં સ્ટેડિયમમાંથી ભાગી રહ્યો હતો, જ્યાં તે મેચ સમાપ્ત થાય તે પહેલાં શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
પાકિસ્તાની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જવાની સંભાવનાનો સામનો કરી રહી છે
આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાની ટીમનો 61 રનથી પરાજય થયો છે જેની સૌથી વધુ અસર તેમના નેટ રન રેટ પર પડી છે. ભારતીય ટીમે આ જીત સાથે સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે પાકિસ્તાની ટીમ હવે ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
જેમાં યુએસએ ટીમ બીજા સ્થાને છે, જેમના પણ ચાર પોઈન્ટ છે, પરંતુ યુએસએનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. જો પાકિસ્તાની ટીમ નામિબિયા સામેની તેની આગામી મેચમાં હારનો સામનો કરે છે, તો તેની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ જશે.
VIDEO | ICC Men's T20 World Cup, 2026: PCB chief Mohsin Naqvi leaves R. Premadasa International Stadium. #INDvsPAK
— Press Trust of India (@PTI_News) February 15, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/QXbYcjFUCN
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ: ઊર્જા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર | 2026-03-12 16:39:35
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11