Thu,23 September 2021,11:48 am
Print
header

આખરે અફઘાનિસ્તાનમાં તાલિબાને નવી સરકારની જાહેરાત કરી, મુલ્લા હસન અખુંદ બન્યાં પ્રધાનમંત્રી

કાબૂલઃ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાં બાદ આખરે તાલિબાને પોતાની નવી સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાને આપેલી માહિતી પ્રમાણે મુલ્લા હસન અખુંદને અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. મુલ્લા બરાદરને નાયબ પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહીદે આ જાહેરાત કરી છે.

મુલ્લા હસન તાલિબાનની શરૂઆતના સ્થળા કંદહારથી સંબંધ ધરાવે  છે અને સશસ્ત્ર ચળવળના સ્થાપકોમાંના એક છે. તેમણે  'રહબારી શૂરા'ના વડા તરીકે 20 વર્ષ સેવા આપી હતી તેઓને મુલ્લા હેબતુલ્લાની નજીક માનવામાં આવે છે. તેમણે 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર દરમિયાન વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઓમરના પુત્ર મુલ્લા યાકુબ નવા સંરક્ષણ મંત્રી બનશે. યાકુબ મુલ્લા હેબતુલ્લાનો વિદ્યાર્થી હતો, જેણે અગાઉ તેને તાલિબાનના શક્તિશાળી લશ્કરી કમિશનના વડા તરીકે નિયુક્ત કર્યો હતો.

તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે પ્રેસ કોન્ફરન્સ કરી નવી સરકારની જાહેરાત કરી. તાલિબાને કોઈ પણ પ્રકારનો સમારંભ કર્યાં વગર સરકારની જાહેરાત કરી છે, ત્યાર હવે અફઘાનિસ્તાનની નવી સરકાર પર અમેરિકા, રશિયા, બ્રિટન અને ભારત સહિત અનેક દેશોની નજર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch