Sun,16 November 2025,5:40 am
Print
header

ગુજરાતમાં મોદી- શાહે નવા મંત્રીમંડળને મંજૂરી આપી ! આ ક્રિકેટરના પત્નીને મળી શકે છે મંત્રી પદ

  • Published By Panna patel
  • 2025-10-15 09:10:52
  • /

મંત્રીમંડળમાંથી 11 નેતાઓ તેમના મંત્રી પદ ગુમાવી શકે છે

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સહિત બે મહિલા નેતાઓને મંત્રી પદ મળવાની ચર્ચા

ગાંધીનગર: દિવાળી પહેલા ગુજરાત સરકારમાં મોટા પાયે ફેરબદલની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પરત આવ્યાં છે. નવી ટીમમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને રીવાબા જાડેજા જેવા યુવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પાર્ટીના સંગઠન મહાસચિવ રત્નાકરજી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ મામલે ચર્ચા થઇ હતી.

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે આ નેતાઓ સાથે લગભગ પાંચ કલાક સુધી બેઠક કરી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં મોટા ફેરફારો શક્ય છે. મંત્રીમંડળમાં લગભગ 16 નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. જ્યારે તાજેતરમાં મંત્રીમંડળમાં સામેલ કરાયેલા 11 નેતાઓને તેમના મંત્રી પદ ગુમાવવા પડી શકે છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સરકારમાં મુખ્ય ભૂમિકા આપવાની ચર્ચા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત બે મહિલા નેતાઓને પણ આ મંત્રીમંડળમાં મંત્રી પદ મળવાની અપેક્ષા છે. ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને પણ મંત્રી બનવાની પૂરી શક્યતા છે, આ ઉપરાંત જયેશ રાદડિયા, અમિત ઠાકર જેવા નામો ચર્ચામાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch