સુરતઃ શહેરમાં 23 વર્ષીય અંજલી વરમોરાએ પંખા પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો છે. તેને માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના નવસારી બજારમાં કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલી અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. તેણે મોડી રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
અંજલી વરમોરાએ તેના ઈન્ટાગ્રામના એકાઉન્ટ પર કેટલીક ઈમોશનલ રીલ્સ અને સ્ટોરી પણ મુકી છે. તેણે સ્ટોરીમાં લખ્યું છે કે, આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું તારા માટે કંઈ જ નથી. બાપ વગરની જિંદગી શું હોય ?? તેમજ બધા જ છોડીને જતા રહ્યાં હોત તો પણ વાંધો ન હતો, વહાલા હતા ઇ વયા ગયા અને ઇ ખટકે, આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે, આવી બે રીલ બનાવીને તેને આપઘાત કર્યો છે.
હાલ તો અંજલીના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અંજલી થોડા મહિનાઓથી રેવન્યું મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ રહી હતી.તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. તેની બે વર્ષ પહેલા સગાઇ થઇ હતી. પ્રાથમિક તપાસમાં અંજલીએ તણાવમાં આવીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસની પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
સુરતમાં ચિરાગ ગોટીનો તાલીબાની આતંક, વધુ એક કેસ સામે આવ્યો - Gujarat Post | 2026-02-12 17:08:37
સુરત: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ, વીડિયો વાયરલ કરનાર મહેસાણાનો શખ્સ જેલભેગો - Gujarat Post | 2026-02-11 18:49:28
સુરતમાં સામૂહિક આપઘાત, પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીતા અરેરાટી | 2026-02-10 13:40:33
DRI અને કસ્ટમનું સુરત એરપોર્ટ પર ઓપરેશન, રૂ. 9 કરોડનો ગાંજો જપ્ત, અમદાવાદ એરપોર્ટ પર પણ લાખો રૂપિયાનું સોનુ જપ્ત | 2026-02-09 11:17:20