અરવલ્લી: મોડાસાના મેઘરજ રોડ પર આવેલી પુરુષોત્તમનગર સોસાયટીમાં પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા મિલકત અને નોકરીના વિવાદમાં મોટા ભાઈએ પોતાના જ સગા નાના ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓ, યોગેશ ઈશ્વરભાઈ રાઠોડ અને રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિલકતના હિસ્સા અને નોકરી બાબતે તકરાર ચાલતી હતી. 2 ફેબ્રુઆરીના રોજ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવીને મોટા ભાઈ યોગેશે નાના ભાઈ રોહિતને છાતીના ભાગે પાટું મારી નીચે પાડી દીધો હતો. નીચે પડ્યા બાદ આરોપી યોગેશે રોહિતનું ગળું દબાવી દેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ મોડાસા ટાઉન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી યોગેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં મોડાસા ટાઉન પોલીસે આરોપી યોગેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલકત માટે એક ભાઈએ બીજા ભાઈનો જીવ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30