જૂનાગઢઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશી ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કૉંગ્રેસના ધારાસભ્ય જોશી હાજર રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ અહીંના સ્ટેજ પરથી કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા.
ભીખા જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યાં હતા, કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે. અહીં તેમની હાજરીથી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.
આજે મુખ્યમંત્રીના હસ્તે 319 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સાથે સાસણમાં પણ 30 કરોડના ખર્ચે તૈયાર થનારા વિકાસકામો નું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
જૂનાગઢ શહેરની રૂ. 319.48 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત pic.twitter.com/IHghvq2aha
— Vijay Rupani (@vijayrupanibjp) January 20, 2021
ગિરનાર સિંહ દર્શન પ્રોજેક્ટને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. જૂનાગઢના ઇન્દ્રેશ્વર અને ધૂળેટીના વિકાસ અંગે ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તેવી જાહેરાત પણ કરી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢને અલગ-અલગ વિકાસના કામોની ભેટ આપી હતી અને વર્ષોથી અટકેલા જે પ્રશ્નો છે તેના પર હવે ધ્યાન આપીને વિકાસના કામો આગળ વધારવામાં આવી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Muthoot ફાઇનાન્સના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટનું પડી જવાથી મોત, પોલીસે શરૂ કરી તપાસ
2021-03-07 10:16:28
અમેરિકામાં NRI પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, મૂળ સુરતનો પરિવાર અહીં ચલાવતો હતો મોટલ
2021-03-07 09:53:17
સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં
2021-03-07 09:11:00
મોદીને સાંભળવા કોલકત્તામાં સવારથી લોકો ઉમટ્યા, મિથુન ચક્રવર્તી પણ જોડાશે ભાજપમાં
2021-03-07 08:58:42
West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો
2021-03-07 08:51:08
નિવૃત આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર છેતરાયા, શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂ.18 લાખની છેતરપિંડી
2021-03-06 19:41:43
ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, રાજસ્થાનમાં પ્રવેશતા કોરોનાનો નેગેટિવ ટેસ્ટ આપવો ફરજિયાત
2021-03-06 16:54:07
PM મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન
2021-03-06 16:50:37
અમિત ચાવડા-પરેશ ધાનાણીના રાજીનામાથી મને દુ:ખ થયું- રૂપાણી
2021-03-06 16:47:44
કોણ બનશે વિપક્ષના નેતા ? ગેનીબેન ઠાકોરના ઘરે મળેલી મીટિંગમાં કોણ કોણ રહ્યું હાજર
2021-03-06 10:13:35