Tue,26 September 2023,5:51 am
Print
header

રાજ્યમાં 4 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની છે આ આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આજે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની, જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, વડોદરા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલે દાહોદ, બનાસકાંઠા,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા ,આણંદ, અમદાવાદ, મહીસાગર,નર્મદા, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 18 સપ્ટેમ્બરના રોજ  બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે તથા 19 સપ્ટેમ્બરના મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે તો પંચમહાલ, વડોદરા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch