Sun,04 June 2023,3:42 am
Print
header

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ: સૌરાષ્ટ્ર માટે વરસાદ આફત બન્યો હોય તેવી રીતે હજુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આવતીકાલે ફરી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપતાં રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કાલે સવારથી જ વરસાદના જોરમાં વધારો થવાની સંભાવનાને પગલે ભારે વરસાદ પડી શકે છે એટલા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો-તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો એટલા માટે હવે આવનારો એક ઈંચ વરસાદ પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે વરસાદ પડવાને પગલે સરકાર દ્વારા બચાવ-રાહતની તમામ કાર્યવાહી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે આવતીકાલે ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ સૌરાષ્ટ્રમાં પડવાનો હોવાથી લોકો સાવચેત રહે તે અત્યંત જરૂરી બની ગયું છે.

ગઈકાલના એક જ દિવસમાં રાજકોટમાં 18 ઈંચ તો લોધીકામાં 25 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આવી જ રીતે જામનગર જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું હોય તેવી રીતે લગભગ તમામ વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch