Tue,17 June 2025,10:23 am
Print
header

SBI અને રાજ્ય વેરા વિભાગ- ગુજરાત સરકાર વચ્ચે આ મામલે થયા મહત્વના MoU

  • Published By
  • 2025-05-31 22:00:41
  • /

અમદાવાદઃ ગુજરાત રાજ્ય વેરા વિભાગ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) વચ્ચે રાજ્ય કર ભવન ખાતે એક મહત્વપૂર્ણ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

આ સમજૂતીપત્ર હેઠળ રાજ્ય વેરા વિભાગના કર્મયોગીઓના પગાર ખાતા જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખોલવામાં આવશે તો બેંક તરફથી વિશેષ બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય લાભો ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ પગલાંથી ન માત્ર કર્મચારીઓને આધુનિક અને ઝડપી બેંકિંગ સુવિધાઓ મળશે, પણ રાજ્ય વેરા વિભાગ તથા એસબીઆઈ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે.

આ સમારંભમાં રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો, રાજ્ય વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ એસબીઆઈના સી.જી.એમ બી.કે.સિંઘસામંતા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બંને સંસ્થાઓએ ભવિષ્યમાં પણ પરસ્પર સહયોગના નવા આયામો શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અંતર્ગત આગળની કાર્યવાહી માટે, વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાજ્યની મુખ્ય કચેરીઓમાં બેન્ક દ્વારા વિશેષ કેમ્પ કે એવી અન્ય સુવિધાનું આયોજન કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch