Thu,25 April 2024,5:41 am
Print
header

ઓસ્ટ્રેલિયાના બીજા નંબરના સૌથી મોટા શહેરમાં ડેલ્ટા સંક્રમણનો ખતરો, મેલબોર્નમાં લોકડાઉન

સિડનીઃકોરોનાના ડેલ્ટા વેરિયંટના ખતરાને લઈને ઓસ્ટ્રેલિયાના બીજા નંબરના સૌથી મોટા શહેર મેલબોર્નમાં ગુરુવારે ફરીથી  લોકડાઉન લાગવામાં આવ્યું છે. રાજ્ય સરકારના એક નેતાએ દેશમાં ચાલી રહેલા ધીમા રસીકરણને જવાબદાર ગણાવ્યું છે. મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેર છે. સિડની અને બ્રિસ્બેનમાં પણ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ખતરનાક ડેલ્ટા વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે.

મેલબોર્ન અને વિક્ટોરિયા અઠવાડિયા માટે બંધ થઈ જશે. વિક્ટોરિયા પ્રીમિયર ડેનિયલ એડ્રયૂઝે જણાવ્યું કે શહેરમાં આઠ નવા કોરોના સંક્રમણના કેસ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ડ્રુઝે ચાર કલાકથી ઓછા સમયની નોટિસ આપી છે કે રાજ્યમાં રાત્રીના 8 વાગ્યાથી લોકડાઉન લાગું થઈ જશે. તેમણે કહ્યું કે તેમની સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે બુધવાર સુધીમાં માત્ર 20 ટકા ઓસ્ટ્રેલિયન પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch