Wed,22 January 2025,5:40 pm
Print
header

મેલબોર્ન ટેસ્ટઃ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનરને ખભો મારવો ભારે પડ્યો, થઈ આ સજા- Gujarat Post

  • મેચ ખતમ થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી સામે હાજર થયો અને પોતાની ભૂલ સ્વીકારી 

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં આજથી બોર્ડર ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 311 રન બનાવ્યાં હતા. વિરાટ કોહલીએ પ્રથમ સત્રમાં ગુસ્સામાં ઓસ્ટ્રેલિયાના સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો. જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન વચ્ચે વિવાદ થયો હતો. એમ્પાયરે મામલો થાળે પાડ્યો હતો.

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવવાનું ભારે પડ્યું હતું. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેમજ ડિમેરિટ પોઈન્ટ ઉમેરવાની સજા આપવામાં આવી છે. આઈસીસીસીના કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ વિરાટ કોહલીને આ સજા આપવામાં આવી છે. જેના આર્ટિકલ 2.12 મુજબ ક્રિકેટમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય શારિરીક સંપર્ક પ્રતિબંધિત છે. મર્યાદાને ઓળંગી કોઈપણ ખેલાડી અન્ય ખેલાડી સાથે ગેરવર્તૂંણક કરી શકે નહીં. તેમજ આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch