Fri,19 April 2024,7:20 pm
Print
header

મેહુલ ચોકસીની કરતૂતોથી એન્ટીગુઆ સરકાર પરેશાન, ડોમેનિકાએ ભારતને સોંપી દેવા કરી વિનંતી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા હીરા વેપારી મેહુલ ચોકસીની કેરેબિયન વિસ્તારમાં આવેલ ડોમિનિકા નામના ટાપુ પરથી ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કર્યાં બાદ હવે તેને એન્ટિગુઆ લાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. મેહુલ ચોકસી 23 મેના રોજ એન્ટીગુઆથી ગુમ થયો હતો. 

મેહુલ ચોકસી પાસે એન્ટીગુઆની નાગરિકતા છે તે ડોમેનિકાથી પકડાયો છે. તેની કરતૂતોથી અહીની સરકાર એટલી પરેશાન છે કે ડોમેનિકા સરકારે તેને ભારતનો સોંપી દેવા વિનંતી કરી છે. જો આમ થાય તો નીરવ મોદીની પહેલા મેહુલ ચોકસી ભારત આવી શકે છે.

ઈન્ડિયા ટૂડેને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે સમયે ચોકસી પકડાયો તે સમયે એન્ટીગુઆમાં ન હતો અને તે ડોમિનિકાનો પણ નાગરિક નથી. ઈન્ટરપોલે મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. તેથી ડોમેનિકા સરકાર તેને સીધો જ ભારતને સોંપી શકે છે.ડોમિનિકા કેરેબિયન દરિયામાં આવેલ નાનકડો ટાપુ છે. ઇન્ટપોલે મેહુલ ચોકસી વિરૂદ્ધ નોટિસ બહાર પાડી હતી. જેના પગલે તે પકડાઈ ગયો છે. ભારતમાં ભાગી ગયા બાદ મેહુલ ચોકસી છેલ્લાં ઘણાં સમયથી એન્ટિગુઆમાં રહેતો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch