Tue,17 June 2025,9:22 am
Print
header

આંખ ઉઘાડતો કિસ્સોઃ મહેસાણામાં યુવતિ પાસેથી સોશિયલ મીડિયા સ્ટારે પડાવ્યાં હતા 15 લાખ રૂપિયા

  • Published By
  • 2025-05-31 10:33:24
  • /

4 વર્ષમાં યુવતિએ સર્વસ્વ અર્પણ કરી દીધું હતું

મહિલા સહાયતા કેન્દ્રની મદદથી રકમ પરત મેળવી

મહેસાણાઃ શહેરમાં એક 33 વર્ષીય અપરણિત યુવતિને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ યુવક સાથે એક ઇવેન્ટમાં મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતિએ 4 વર્ષના સંબંધમાં યુવક પાછળ 15 લાખ રૂપિયા વાપરી નાખ્યાં હતા.

યુવતિએ મહેસાણા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં રજૂઆત કરી હતી. કાઉન્સેલર યુવતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતિએ જણાવ્યું કે યુવકે તેની સાથે લગ્નના સપના દેખાડ્યા હતા. યુવતિએ તેના પ્રેમી માટે મોંઘી ગિફ્ટ્સ ખરીદી હતી. યુવક યુવતિના ખર્ચે ઓનલાઈન શોપિંગ કરતો હતો.

સમય જતાં યુવક માત્ર પૈસા અને ગિફ્ટની માગણી કરતો હતો. યુવતિને સમજાયું કે યુવક તેને નહીં, માત્ર તેના પૈસાને પ્રેમ કરતો હતો. યુવતિએ સરકારી તંત્રમાં ફરિયાદ કરી હતી. એક જાગૃત નાગરિકની મદદથી તેણે મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો.

કાઉન્સેલરે યુવકને બોલાવીને પૂછપરછ કરી. પ્રથમ તો યુવકે આરોપો નકાર્યા હતા, પરંતુ બેંક ટ્રાન્ઝેક્શન અને બિલના પુરાવા રજૂ થતાં તેણે ગુનો કબૂલ્યો હતો. મહિલા સહાયતા કેન્દ્રની મદદથી યુવતીને તેના પૈસા અને વસ્તુઓ પરત મળ્યાં હતા. આ કેન્દ્રએ યુવકને ભવિષ્યમાં આવું ન કરવાની ચેતવણી આપી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch