Sun,16 November 2025,5:37 am
Print
header

મહેસાણામાં રેલવે બ્રિજ નીચે યુવકની ગળેફાંસો ખાધેલી લાશ મળી, મિત્રની કાર મળી આવતા રહસ્ય ઘેરું બન્યું - Gujarat Post

  • Published By dilip patel
  • 2025-10-10 09:55:29
  • /

મૃતક શોભાસણ ગામનો યુવક, સ્થળ પરથી કાર મળી

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

મહેસાણા: હનુમંત હેડુંવા ગામ નજીકથી પસાર થતી રેલવે લાઈન પર બનેલા એક લોખંડના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ લટકતી લાશ જોઈને ત્યાંથી પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મહેસાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલી જાણકારી મુજબ, મૃતક યુવક નજીકના શોભાસણ ગામનો રહેવાસી પંકજભાઈ પટેલ (આશરે ઉં.વ. 32) હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ સ્થળ પાસેથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર પણ મળી આવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ કાર મૃતક યુવકના મિત્રની હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ કેસમાં રહસ્ય ઘેરું બન્યું છે. મૃતક યુવક અવારનવાર આ વિસ્તારમાંથી પસાર થતો હતો, ત્યારે તેની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવી એ અનેક સવાલો ઊભા કરે છે. આ ઘટના પાછળ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મહેસાણા તાલુકા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી, પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મિત્રની કાર મળી આવતા પોલીસે હવે મિત્રની પૂછપરછ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch