Sat,13 June 2026,2:48 pm
Print
header

મહેસાણામાં કોંગ્રેસની ગુપ્ત બેઠકમાં પત્રકારની આડમાં ઘૂસેલા IB ના બે અધિકારીઓ પકડાયા

  • Published By
  • 2026-06-01 17:13:44
  • /
  • મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળ્યાં 
  • નેતાઓની હાજરીમાં બની ઘટના, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ 

મહેસાણા: જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની એક મહત્વની સમીક્ષા બેઠકમાં મોટો હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસની જાસૂસી કરવા પત્રકારોની આડમાં ઘૂસી ગયેલા IBના બે કર્મચારીઓ ઝડપાઈ જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે, પકડાયેલા અધિકારીના મોબાઈલની તપાસ કરતાં તેમાંથી પોર્ન વીડિયો મળી આવતા કોંગ્રેસના નેતાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને તુષાર ચૌધરી સહિતના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત હતા. બેઠકની શરૂઆતમાં જ્યારે પત્રકારોને માત્ર વિઝ્યુઅલ્સ (ફોટો-વીડિયો) લેવા માટે અંદર બોલાવવામાં આવ્યાં હતા, ત્યારે તેમની સાથે આઈબીના બે કર્મચારીઓ જ્યેન્દ્રભાઈ અને દક્ષાબેન પણ અંદર ઘૂસી ગયા હતા અને ગુપ્ત બેઠકનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.

પરવાનગી વગર અંદર પ્રવેશીને વીડિયો ઉતારતા આ કર્મચારીઓ પર કોંગ્રેસના નેતાઓની નજર પડતાં જ તેઓ ભડક્યા હતા. અમિત ચાવડાએ તાત્કાલિક વીડિયો ડિલીટ કરવા કહીને સવાલ કર્યો હતો કે, અમારી મંજૂરી વગર તમે અંદર કેમ આવ્યાં ? વીડિયો કેમ ઉતારો છો ?

આ દરમિયાન આઈબીના કર્મચારીઓ સતત સોરી, સોરી કહેતા રહ્યાં હતા. આ સાંભળી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભારે ગુસ્સામાં આવીને કીધું કે, શું સોરી સોરી ? પણ શેનું સોરી ? પેલા વીડિયો ડિલીટ કરો, નોકરીઓ છોડીને ભાજપનો ખેસ પહેરી લો ને, અમારા કમ્પાઉન્ડમાં આવીને કેમ આવું કરો છો તમે લોકો ?

આ ઘટના અંગે વધુ માહિતી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, પકડાયેલા કર્મચારી જયેન્દ્રભાઈનો મોબાઈલ જ્યારે ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાં કોંગ્રેસની બેઠકના વીડિયો ઉપરાંત અત્યંત આપત્તિજનક અને અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારી કર્મચારી હોવા છતાં તેમના ફોનમાંથી અસંખ્ય એવા અશ્લીલ વીડિયો મળ્યા છે જે જોઈ કે સાંભળી પણ શકાય તેમ નથી. કોંગ્રેસે આ સમગ્ર બાબતને સરકાર અને આઈબી વિભાગ માટે ભારે કલંકરૂપ ગણાવી છે. નેતાઓએ ઉધડો લેતા આખરે બંને કર્મચારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch