Thu,21 May 2026,4:00 am
Print
header

મેઘરજ મામલતદાર કચેરીના રેવન્યું તલાટી આટલા રુપિયાની લાંચ લેતા ACBના છટકામાં સપડાયા

  • Published By Mahesh patel
  • 2026-05-06 17:02:22
  • /
  • વધુ એક લાંચિયો એસીબીની ઝપટે ચડ્યો
  • એસીબીની સતત કડક કામગીરી છતાં કેટલાક બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં

અરવલ્લીઃ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા મેઘરજ ખાતે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યું તલાટીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા (રેવન્યું તલાટી, વર્ગ-3, મેઘરજ મામલતદાર કચેરી, જી. અરવલ્લી, રૂપિયા 5000ની લાંચ માંગતા એસીબીના છટકામાં સપડાયા.

આ કેસની હકીકત મુજબ, ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી અને તેમની બહેનોના નામ વારસાઈ તરીકે દાખલ કરવાના હતા. આ કામગીરી માટે આરોપી ગુમાનસિંહ વાઘેલાએ રૂપિયા 5000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અરવલ્લી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે, તા. 06/05/2026 ના રોજ મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારતા એ.સી.બી.ની ટીમે તેને સ્થળ પર જ ઝડપી લીધા હતા.

  • ટ્રેપીંગ ઓફીસર: ટી.એમ. પટેલ (ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.)
  • સુપર વિઝન અધિકારી: એ.કે. પરમાર (મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ)
  • ઇન્ચાર્જ અધિકારી:  હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી., અમદાવાદ)
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch