Tue,23 April 2024,7:07 pm
Print
header

દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન, જાણો 10 મોટી વાત

નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને નાથવા માટે આજથી રસીકરણની શરૂઆત થશે. ગુજરાતમાં 161 સેંટર પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ રસીકરણ સમયે અલગ અલગ શહેરોના રસીકરણ કેંદ્રો પર ઉપસ્થિત રહેશે.

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત કરાવશે. જે દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.

રસીકરણ સાથે જોડાયેલી 10 મોટી વાતો

1. 3000થી વધુ વેક્સિન સેન્ટર પરથી કાર્યક્રમ નીહાળી શકાશે.

2. સૌથી પહેલા 1 કરોડ 60 લાખ કર્મચારીઓને રસી અપાશે.

3. પ્રથમ દિવસે 3 લાખ લોકોને ડોઝ આપવામાં આવશે.

4. કોવિડ-19 મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેર સંબંધિત સવાલો માટે 24 x 7 કોલ સેન્ટર 1075 શરૂ કરવામાં આવ્યું છે.

5. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વેક્સિન હાલ માત્ર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકોને આપવામાં આવશે.

6. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસી આપવામાં નહીં આવે.

7. જે લોકોએ જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હશે તેમણે તે જ રસીનો બીજો ડોઝ લેવો પડશે.અધવચ્ચેથી બદલવાની મંજૂરી નહીં આપવામાં આવે.

8. કો-વિન એપ દ્વારા અત્યાર સુધીમાં 80 લાખ લાભાર્થી રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ એપ દ્વારા તમામ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. માત્ર અધિકારીઓને જ આ એપનું એક્સેસ છે. આમ આદમીની રજિસ્ટ્રેસન માટે ચાર અલગ અલગ મોડ્યુલ બનાવાયા છે.

9. કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન વેક્સિલ ગાવવા ફોટો આઈડી પ્રૂફ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એસએમએસ મોકલીને વેક્સિન ક્યારે લેવાની છે તે જણાવાશે.

10. જે લોકોએ કોવિન એપ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ ક્યૂઆર કોડ આધારિત વેક્સિનેશન સર્ટિફિકેટ અપાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch