Fri,19 April 2024,10:31 pm
Print
header

અમદાવાદીઓમાં રોષ....માસ્ક નહી પહેરવા મામલે ખુલાસો કરતા મેયર બિજલ પટેલ ફરીથી ટ્રોલ થયા

ટ્વવીટર પર હાસ્યાસ્પદ ખુલાસો કરતા સમર્થકો પણ શરમજનકમાં મુકાયા

મેયર બિજલ પટેલે માસ્ક નહીં પહેરવા બાબતે ટ્વીટમાં કરેલો ખુલાસો

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

SBI એ કોરોનાની મહામારીમાં મદદરૂપ થવા કોર્પોરેશનને PPE કીટ આપી હતી, આ કાર્યક્રમમાં માસ્ક નહી પહેરવા મામલે ટ્વીટર પર મેયર બિજલ પટેલને અમદાવાદીઓએ ટ્રોલ કર્યા હતા. હવે તેના પર બિજલ પટેલે ફરીથી ખુલાસો કર્યો છે કે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને  PPE કીટ દાન આપવાનો કાર્યક્રમ મારા સત્તાવાર નિવાસસ્થાને જ હતો. જેથી મે માસ્ક પહેર્યું ન હતુ, તેમ છંતા અનેક શુભેચ્છકોએ મારું ધ્યાન દોર્યુ છે. મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આપ સૌની ઋણી છું... #MaruAmdavad #HealthyAmdavad...મેયર બિજલ પટેલે આ ટ્વીટ તેમના પહેલાના ટ્વીટને લઇને થયેલા વિવાદને લઇને ખુલાસા રુપે કર્યુ હતુ. પણ મેયર તેમના જ ખુલાસામાં ફરીથી ફસાઇ ગયા છે, શહેરના અનેક લોકોએ તેમને ફરીથી ટ્રોલ કર્યાં છે.

સોશિયલ મીડિયા પર માનસી જોગી પરમારે લખ્યું છે કે ઘરમાં પણ આટલા બધા બહારનાં વ્યક્તિ ભેગા થયા હોય તો માસ્ક નો ઉપયોગ હિતાવહ છે. કયાંક પછી કોઈ પોઝિટિવ આવે તો તમારે પણ નેહરા સાહેબની જેમ કોરોન્ટાઇન થવું પડે, જો કે તમારી બદલી નહીં થાય..બીંઇગ કૃણાલ નામના હેન્ડલના યુઝર્સે મેયરને સલાહ પણ આપી દીધી છે અને કહ્યું છે કે આટલો સ્પષ્ટ અને ઝડપી જવાબ બાકીના મુદ્દાઓ પર પણ આપતા હોવ તો પ્રજાને તો ઘણી રાહત રહે. તીખું કડવુ સાંભળવા મળે એનો જ જવાબ આપવાનો ખાલી ! જતીન બલવાની નામના વ્યક્તિએ કહ્યું છે કે બેન તમારા સ્વાસ્થ્યની ચિંતા અમને પડેલી જ નથી, આ તો તમને નિયમોનું પાલન કરવા માટે ધ્યાન દોર્યું છે. કાયદા અને નિયમો બધા માટે હોય, માત્ર સામાન્ય જનતા માટે ના હોય. સુધરી જાઓ હવે..બીના ઠક્કર નામની અમદાવાદી મહિલાએ જવાબ આપ્યો છે કે તમારા સ્વાસ્થ્યની ચિંતા નથી આ તો  તમને  rules યાદ કરાવ્યાં છે, અને હવે અમદાવાદીઓ તમને ખુરશી છોડાવે એના કરતા તમે ખુદ રાજીનામું આપો #shameless..સિધ્ધાર્થ ત્રિવેદીએ મેયરને તેમની ભુલ પર વિચાર કરવા કહ્યું છે અને ટ્વીટ કર્યુ છે કે તમારા સ્વાસ્થ્યની ચિંતા નથી આ તો તમને  rules યાદ કરાવ્યાં, હવે અમદાવાદીઓ તમને ખુરશી છોડાવે એના કરતા તમે ખુદ રાજીનામું આપો #shameless

રાહુલ રાવલ નામના વ્યક્તિએ  મેયરને સુપરસ્પ્રેડર ન બને તે માટે શીખ આપતા ટ્વીટ કર્યુ છે કે બેન તમે શાકભાજી, કરિયાણા વાળાની જેમ સુપરપ્રેડર ના બનો એટલે તમારું ધ્યાન ગુજરાતની જનતા દોરે છે બાકી માસ્ક પહેરવું કે ના પહેરવું એ તો તમારી ઇચ્છા આખું અમદાવાદ તમારું છે. અમિત જોષી નામના યુઝર્સે કહ્યું છે કે જાહેર માં માસ્ક ના પહેર્યું હોય તો @vnehraએ 5000 ના દંડની જોગવાઈ કરી હતી.પણ બેનને પોઝિશનમાં પંચર ના પડે એટલે પેહલા સારા અધિકારીની બદલી કરવાનો હાથો બન્યાં અને પછી માસ્કને પણ બાય બાય કરી દીધું. બાકી બેન તમને જેમ અમદાવાદની ચિંતા નથીને એવી અમને ય તમારી ચિંતા નથી જ...એ સમજી લેજો.  કરણ પંડ્યાએ તો ત્યાં સુધી કહી દીધું કે તમે ટ્વીટરમાં મારુ અમદાવાદ ટેગ ના કરો. અને ટ્વીટમાં કહ્યું કે બેન. પ્લીઝ મહેરબાની કરો #MaruAmdavad ટેગ તમે તો ના જ કરશો. એક અમદાવાદીની નમ્ર અપીલ છે. પ્રથમ નાગરિક તરીકે તમારું આ બેજવાબદારી પૂર્વકનું વર્તન આ અમદાવાદ નથી સ્વીકારી રહ્યું. વાત વણસી જાય અને આ અમદાવાદ તમારું રાજીનામુ માંગે એના કરતાં સ્વમાનભેર તમે જ પદને ત્યજી શકો. કાવ્યા શર્મા નામની યુવતીએ કહ્યુ છે કે પહેલા રૂપિયા 200 નો દંડ ભરો પછી બીજી વાત કર જો ...Grinning faceGrinning face અને દંડ ભરીને ટ્વીટર ઉપર receipt મુકજો.. ઇન્ડિયન ભાવેશ નામના ટ્વીટર હેન્ડલ પરથી તો વિજય નહેરાનો મુ્દો પણ ઉછળી ગયો અને ટ્વીટ આવ્યું કે તમે એક પણ એવું કામ કર્યું છે કે જેનાથી તમારા વખાણ કરવામાં આવ્યાં હોય ?.... શું બેન પબ્લીકના કપાળ માં ડફોળ કે ગાંડા લખેલુ દેખાય છે ક્યાય પણ ?  રાજીનામું આપો તો કોઈક વિશ્વાસુ meyor મળે amne.. એક સારા  @vnehra હતા એમને તમારી સરકારે ગોલમાલ કરવા બદલી નાખ્યા હવે તમે ભરો 5000 દંડ નિયમ બધા માટે...આમ, મેંગો ફેસ્ટીવલથી ફસાયેલા મેયર બિજલ પટેલ ફરી પીપીઇ કીટનું દાન લેતા સમયે માસ્ક નહીં પહેરવાથી ફસાયા, બાદમાં માસ્ક નહીં પહેરવા મામલે હાસ્યાસ્પદ ખુલાસો કર્યો અને ફસાયા.. 

ટ્વીટર પર તેમને મળેલા જવાબથી જ લાગે છે કે તેમની આવી ગંભીર ભુલથી લોકો કેટલી હદે નારાજ છે. તેમાં પણ વિજય નહેરાની  બદલી બાદ તો લોકોમાં રીતસરનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર આશિષ ભાટીયા કે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારે છે કે નહી તે જોવું રહ્યું...

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch