ભાવનગરઃ બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.
બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે SIT એ જયરાજ આહીરની પૂછપરછ કરી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, મને ન્યાયતંત્ર અને કાયદા પર ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ નિર્ણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.
બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યાં છે. બાદમાં જયરરાજ આહિરની પણ ધરપકડ થઇ છે.
શું છે સમગ્ર વિવાદ ?
મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના લોક ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી કહ્યાં હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.
માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, ત્યાર બાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે 8 જેટલા શખસોએ પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.
નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન આવતા તેણે આ હુમલા કર્યો હતો. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ? | 2026-02-15 13:28:31
ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ? | 2026-02-14 18:09:32
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો | 2026-02-07 15:16:56
પતિ, પત્ની અને વો...દિયરની હત્યા માટે ભાભીએ 2 લાખ રૂપિયાની સોપારી આપી, ચારની ધરપકડ | 2026-02-07 08:52:45