Mon,13 April 2026,2:26 pm
Print
header

બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો

  • Published By Panna Patel
  • 2026-04-09 09:27:50
  • /

અરવલ્લીઃ બાયડ તાલુકામાં કમોસમી વરસાદ અને કરા પડતા તરબૂચ, ટેટી અને બાજરીમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સરકારને સર્વે કરીને નુકસાનની સહાય આપવા માટેની માંગ કરી છે. બાયડ તાલુકાના છાપરિયા, ચોઇલા, જીતપુર, તેનપુર અને અમિયાપુર સહિતના ગામોમાં ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. અહીંં માવઠાએ ભારે તબાહી મચાવી છે.

બાયડ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતો પાયમાલ થયા છે. છાપરિયા ગામમાં જ 300 વીઘા તરબૂચના વાવેતરમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તેમને સરકારને નુકસાનની સહાય આપવાની માંગ કરી છે.તરબૂચ, ટેટી, બાજરી, શાકભાજી અને ફૂલોના પાકને નુકસાન થયું છે. 

ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તેમના ગામમાં 300 વીઘાથી વધુ તરબૂચ અને 700 થી 800 વીઘા બાજરીનું વાવેતર નિષ્ફળ ગયું છે. આસપાસના ગામોમાં પણ ઘણું નુકસાન થયું છે. સરકાર સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનનું વળતર આપવું જોઇએ. હવે જોવું રહ્યું ભાજપ સરકાર ખેડૂતોની પરખે આવે છે કે નહીં.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch