સુરતઃ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બહુમાળી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ અને આઠમા માળે પહોંચી ગઈ હતી, જેમાં ઘણી દુકાનો લપેટમાં આવી ગઈ હતી. આગના સમાચાર ફેલાતાં જ નજીકના વેપારીઓ અને સ્થાનિક લોકો ગભરાઈને બહાર નીકળી આવ્યાં હતા.
ફાયર કંટ્રોલ રૂમને સવારે 7:14 વાગ્યે ઘટનાની માહિતી મળતા ડુંબાલ, માન દરવાજા અને ડિંડોલી ફાયર સ્ટેશનથી તાત્કાલિક વાહનો ઘટના સ્થળે મોકલવામાં આવ્યાં હતા. બજારના ઇલેક્ટ્રિકલ ડક્ટમાં ધૂમાડો ફેલાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. સુરત ફાયર બ્રિગેડે કુલ 22 ફાયર સ્ટેશનોમાંથી ટીમો અને વાહનો ઘટનાસ્થળે તૈનાત કર્યા હતા.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયરના જણાવ્યાં અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ત્રીજા, પાંચમા અને આઠમા માળે ફાયર ફાઇટરોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવી પડી હતી. 100 થી 125 અગ્નિશામકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને ઇમારતની અંદર પ્રવેશ કર્યો અને 3 કલાક સુધી સતત કામગીરી હાથ ધરી હતી, જેના પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે આગનું કારણ ઇલેક્ટ્રિકલ વાયરીંગમાં શોર્ટ સર્કિટ હતું. મુખ્ય વીજ પુરવઠો બંધ ન થાય ત્યાં સુધી આગ વાયરિંગ દ્વારા ત્રણ થી ચાર માળ સુધી ફેલાઈ ગઈ હતી. દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય સામગ્રીના કારણે ધુમાડો અને તીવ્ર આગ ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે હજુ સુધી આખી ઇમારતને સુરક્ષિત જાહેર કરી નથી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15