શ્રીનગરઃ નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. આ ઘટના 14 નવેમ્બરની રાત્રે 11.20 વાગ્યે બની હતી. શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આગ લાગી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ આતંકવાદી હુમલો નથી. પરંતુ આકસ્મિક વિસ્ફોટ હતો. આ ઘટના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને એક તહસીલદાર (મહેસૂલ અધિકારી) ની ટીમ સાથે સંકળાયેલી નિયમિત નિરીક્ષણ અને નમૂના લેવાની પ્રક્રિયા દરમિયાન બની હતી.
પોલીસની ગાડીઓ સહિત અનેક વાહનો આગમાં લપેટાઈ ગયા હતા અને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયેલો હતો. રાવલપોરા જેવા પડોશી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 27 અન્ય ઘાયલ થયા છે. જેમાંથી મોટાભાગના પોલીસકર્મીઓ છે.
નવેમ્બરની શરૂઆતમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદી મોડ્યુલની તપાસના ભાગ રૂપે પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા મોટા જથ્થામાં એમોનિયમ નાઈટ્રેટ આધારિત વિસ્ફોટક સામગ્રીને કારણે આ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ મોડ્યુલ જેમાં ડોકટરો અને મૌલવીઓ જેવા કટ્ટરપંથી વ્યાવસાયિકોનો સમાવેશ થતો હતો, તે JeM ના પ્રચાર પોસ્ટરો દેખાયા પછી પ્રકાશમાં આવ્યું હતું.
દિલ્હીમાં આતંકવાદી વિસ્ફોટ
અગાઉ દિલ્હીમાં એક નવું આતંકવાદી મોડ્યુલ શોધી કાઢવામાં આવ્યું હતું, ડોકટરો અને ધાર્મિક વ્યક્તિઓ જેવા કટ્ટરપંથીઓ દ્વારા આ હુમલાને અંજામ અપાયો હતો. શરૂઆતમાં 19 ઓક્ટોબર, 2025 ના રોજ નૌગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પ્રચાર પોસ્ટરો દેખાયા ત્યારે તેનો પર્દાફાશ થયો હતો. તપાસના પરિણામે જમ્મુ- કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં અનેક ધરપકડો થઈ અને 2,900 કિલોથી વધુ વિસ્ફોટકો, રાસાયણિક પદાર્થો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતા. જેમાંથી કેટલાક 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા હતા, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા.
More visuals from #kashmir explosion
— Z (@mkdvsm) November 14, 2025
details are still awaited#nowgam #srinagar pic.twitter.com/HTBa8TZNwF
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36