ટોક્યોઃ 28 જુલાઈના રોજ જાપાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના જણાવ્યાં અનુસાર, આ જોરદાર આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી.
જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ઘણા લોકો ગુમ છે.
જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ જાપાનના કેટલાક વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે 13 લોકોનાં મોત થયાં છે અને ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે.
જાપાનના અધિકારી તાકાઈચીએ જણાવ્યું હતું કે આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન અન્ય કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા, જોકે કેટલાક લોકો હજુ પણ ગુમ છે.
મંગળવારે મોડી બપોરે જાપાનના દક્ષિણના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોતો વિસ્તારમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી, જેના કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા હતા.
જાપાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુમાં ઘણી ઇમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. NHK અનુસાર, યત્સુશિરોમાં એક પુલનો રાહદારી ભાગ ધરાશાયી થયો હતો. દરમિયાન, તે જ શહેરમાં ક્યુશુ એક્સપ્રેસવે પરના હાઇવે ઓવરપાસને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24