ટોક્યો: જાપાનની હવામાન એજન્સી (JMA) એ જણાવ્યું કે દક્ષિણના મુખ્ય ટાપુ ક્યુશુ પર આવેલા કુમામોતોમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ભૂકંપ સમુદ્રની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. સાંજે 4:29 વાગ્યે આવેલા આ ભૂકંપ બાદ નુકસાન કે ઈજાના કોઈ તાત્કાલિક અહેવાલ મળ્યાં નથી. આ ભૂકંપ કુમામોતોના પશ્ચિમી વિસ્તારમાં આવ્યો હતો, જે ટોક્યોથી લગભગ 900 કિલોમીટર (540 માઈલ) દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું છે. યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે સ્થાનિક દરિયાકાંઠાની બહાર સુનામીનું કોઈ જોખમ નથી.
ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર
જાપાનની હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે મોડી બપોરે જાપાનના દક્ષિણના મુખ્ય ટાપુ ક્યુશુ પર કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
મેક્સિકોમાં પણ ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મેક્સિકોમાં પણ 7.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠા નજીક શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ મેક્સિકોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ આંચકા મધ્ય અમેરિકાના કેટલાક વિસ્તારો સુધી અનુભવાયા હતા અને અલ સાલ્વાડોર તથા ગ્વાટેમાલા જેવા પડોશી દેશો પણ ભૂકંપથી હચમચી ઉઠ્યા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ આપ્યો છે કે મેક્સિકોના શહેર પ્યુર્ટો મડેરો નજીક માત્ર 10 કિલોમીટરની ઓછી ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં જમીનની અંદર તીવ્ર આંચકા અનુભવાયા હતા અને ઈમારતો ધ્રૂજી ઊઠી હતી.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24