Thu,25 April 2024,3:29 am
Print
header

Russia Ukraine War: યુક્રેનમાં મળી સામૂહિક કબર, 400થી વધુ મૃતદેહો મળતાં ચકચાર- Gujarat Post

(file photo)

કિવઃ રશિયા યુક્રેન યુદ્ધને સાત મહિના થવા આવ્યાં છે. હવે યુક્રેનિયન દળો રશિયન સેના પર ભારે પડી રહ્યાં છે, જેનાથી હતાશ થઈને રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રિહમાં એક મોટા ડેમને નિશાન બનાવ્યો છે. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. બીજી બાજુ ઈઝિયમ શહેરમાં એક સામૂહિક કબરમાંથી 400થી વધુ મૃતદેહો મળી આવ્યાં છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પ્રાદેશિક પોલીસને ટાંકીને સામૂહિક કબરની શોધની જાણ કરી છે. યુક્રેનિયન સત્તાવાળાઓને પૂર્વીય શહેર ઇઝિયમમાં એક સામૂહિક કબરમાંથી 400 થી વધુ મૃતદેહો મળ્યાં હોવાના અહેવાલ છે. ભૂતકાળમાં, રશિયન સૈનિકોને યુક્રેનના સૈન્ય દળો દ્વારા અહીંથી ભગાડવામાં આવ્યાં હતા.

ક્રિવી રિહ શહેરના સૈન્ય વહીવટી વડા ઓલેક્ઝાન્ડર વિલ્કુલે જણાવ્યું કે તાજેતરના હુમલામાં શહેરના બે જિલ્લાઓમાં 22 રસ્તાઓ નાશ પામ્યા છે. બીજી તરફ ઝેલેન્સકીએ રશિયાને આતંકવાદી દેશ ગણાવતા કહ્યું કે તે નાગરિકોની સાથે સેના સાથે યુદ્ધ લડી રહ્યો છે. જે રશિયા એક નબળો દેશ હોવાનું દર્શાવે છે.

રશિયન મિસાઇલો શહેરના સૌથી મોટા હાઇડ્રોટેક્નિકલ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યા પછી ઇનહુલેટ્સ નદીએ દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરના મેયરે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી. યુક્રેનિયન સેના રશિયાના કબજા હેઠળના પ્રદેશો પર ફરીથી નિયંત્રણ મેળવી રહી છે, જેનાથી રશિયા નારાજ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch