Sat,20 April 2024,7:42 pm
Print
header

કોરોના સંક્રમણ વચ્ચે મીથાલા મધુબની પેઇન્ટીંગના માસ્ક બન્યાં ઓન ડિમાન્ડ

જલ્પા ઠક્કરે બિહારના કારીગરોની કળા માસ્ક પર કંડારીને નવી શરુઆત કરી

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

કોરોના સંક્રમણને કારણે માસ્ક, સેનિટાઇઝર  જીવનનો હિસ્સો બની ગયું છે. લોકડાઉનમાં માસ્ક અને સેનિટાઇઝર નવા  ઉદ્યોગ તરીકે વિકસ્યા છે અને અનેક લોકોને રોજગારી મળી છે.ત્યારે સુરતમાં રહેતા અને હસ્તકલા વ્યવસાય સાથે જોડાયલા જલ્પા ઠક્કરે માસ્કને એક નવા જ મુકામ પર મુકી દીધુ છે,એટલુ જ નહી આત્મનિર્ભર ભારતના વિચાર સાથે રોજગારી આપવાનુ શરુ કર્યુ છે. અત્યારે માસ્ક હવે જીવનનો હિસ્સો બની ગયુ છે. તેવામા તેમણે માસ્કમાં બિહારની વિશ્વ વિખ્યાત મધુબની પેઇન્ટીંગ દ્વારા કલાકારોને રોજી આપવાનું શરુ કર્યુ છે.  જલ્પા ઠક્કરે દેશની સંસ્કૃતિના પ્રચાર પ્રસાર સાથે રોજગારીના વિચાર સાથે આ શરૂઆત કરી અને ખુબ જ સારી સફળતા મળી રહી છે.સૌથી મહત્વની વાત એ છે કે આ મધુબની આર્ટ પેઇન્ટીંગ ધરાવતા માસ્કની ડિમાન્ડ માત્ર સુરત કે ગુજરાત પુરતી સિમિત નથી રહી પણ આ માસ્ક અમેરિકા અને દુબઇ સુધી મોકલવામાં આવશે. 

જલ્પા ઠક્કરને માસ્ક બનાવવાનો વિચાર આવતા જ તેમણે વિચાર્યુ કે ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોમાંથી બિહારના કારીગરો વતનમાં પહોંચી ગયા છે અને ત્યાં પણ તેમને રોજગારીની મુશ્કેલી છે ત્યારે કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે શરુઆત કરી, જેમાં પેઇન્ટીંગ વાળા માસ્ક ત્યાં તૈયાર કરાવીને વેચાણની શરુઆત કરી. ખાસ કરીને મહિલાઓમાં આ માસ્ક ખુબ જ ફેમસ થઇ ગયા છે.ત્યારે ફેશન સાથે દેશની કળાને પણ નવી દિશા મળી છે. સૌથી સારી બાબત એ છે એક એક કારીગર આ કળાથી મહિને સારી એવી રકમ કમાઇ લે છે જે તેમને આત્મનિર્ભર બનાવે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch