Sat,13 June 2026,1:52 pm
Print
header

હોર્મુઝની અશાંતિ વચ્ચે 20,000 મેટ્રિક ટન LPG ભરેલું જહાજ સુરક્ષિત રીતે કંડલા બંદર પર પહોંચ્યું

  • Published By
  • 2026-05-17 11:22:08
  • /

કંડલાઃ વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે.દુનિયાના સૌથી સંવેદનશીલ, વેપારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈને એક વિશાળ LPG ટેન્કર ગુજરાતના કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.

માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું સિમી નામનું આ જહાજ ભારત માટે આશરે 20,000 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને આવ્યું છે, જેમાં 21 વિદેશી ક્રૂ મેમ્બર્સ સવાર છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી અશાંતિને કારણે આ જહાજની સુરક્ષા પર સતત નજર રાખવામાં આવી રહી હતી.  જહાજે 13 મેના રોજ આ જળમાર્ગ સફળતાપૂર્વક પાર કર્યો હતો.

રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં વધુ બે મોટા LPG કેરિયર્સે હોર્મુઝનો આ ખતરનાક જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કરી લીધો છે અને તેઓ અત્યારે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બે જહાજો પૈકી એકનું નામ NV સનશાઈન છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત આવતા કુલ 13 જહાજોએ આ રૂટ પરથી સુરક્ષિત પેસેજ મેળવ્યો છે, જેમાં 12 LPG ટેન્કર્સ અને 1 ક્રૂડ ઓઈલ ટેન્કરનો સમાવેશ થાય છે. આ સફળતા ભારતીય ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch