Thu,25 April 2024,4:40 am
Print
header

ઘોર કળિયુગઃ સગા બાપે જ દીકરીને કહ્યું તું સેક્સી લાગે છે, બિભત્સ વાતો કરતો હતો જેથી દિકરીએ...

(પ્રતિકાત્મક તસવીર)

માંડવીઃ જગતમાં બાપ- દીકરીનો સંબંધ સૌથી પવિત્ર સંબધ હોય છે. પરંતુ ઘણી વખત કેટલાક નરાધમો આ સંબંધને લાંછન લગાવતા હોય છે. સુરતના માંડવીમાં બાપ-દીકરીના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સા સામે આવ્યો છે. કામાંધ બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડીને ન કરવા જેવા અને શરમથી ઝૂકી જવાય તેવા કૃત્યો કરતાં કંટાળીને પુત્રીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું છે. તેની માતાની ફરિયાદને આધારે પોલીસે પિતા સામે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી.

માંડવીના કમલેશ કષ્ટાવાલાના 18 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પુત્રીના જન્મ બાદ પિતા કામ ધંધા માટે ઓમાન જતો રહ્યો હતો અને બે-ત્રણ વર્ષે આવતો હતો. પરંતુ આ વર્ષે માંડવી આવેલો પિતા ઘરે રોકાઈ ગયો હતો અને સગીર પુત્રી પર નજર બગાડી હતી. તે પોતાની સગીર દીકરીને કહેતો હતો કે તું સેક્સી લાગે છે અને  બિભત્સ વાતો પણ કરતો હતો.

સગા બાપની આવી વાતોથી દીકરી માનસિક આઘાતા અનુભવતી હતી, આ વાત તેણે માતાને પણ કરી હતી. જેથી માતા પણ પિતાની હરકતોથી બચાવવા પ્રયાસ કરતી હતી એક મહિના પહેલા બાપ-દીકરી વચ્ચે રાત્રે સાડા અગિયાર વાગે ઝઘડો થયો હતો. ત્યારે દીકરીને લાગી આવ્યું હતું અને માતાને કહ્યું હતું કે હું મરી જઈશ. પપ્પા મને બહુ ત્રાસ આપે છે. બે દિવસ પહેલા માતા  થોડીવાર માટે પડોશીના ઘરે ગઈ ત્યારે દીકરીએ ઘરનો દરવાજો બંધ કરી દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારે આ ઘટનાથી લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે આરોપીને કડક સજાની માંગ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch