મુંબઈઃ પવઈ સ્થિત RAW સ્ટુડિયોમાં ગુરુવારે બપોરે બાળકોના અપહરણ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. 17 બાળકો સહિત 19 લોકોને બંધક બનાવનાર માનસિક રીતે અસ્થિર આરોપી રોહિત આર્ય પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગોળીથી ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું છે.
જ્યારે પોલીસ બાથરૂમમાં પ્રવેશી ત્યારે આરોપી એર ગન અને કેટલાક રસાયણોથી સજ્જ હતો. પોલીસે તેને સરેન્ડર કરવા જણાવ્યું હતું. પરંતુ આરોપીએ ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે વળતો જવાબ આપ્યો હતો. આરોપી રોહિત આર્યનું એન્કાઉન્ટરમાં મોત થયું હતુ.
આરોપી પાસે એર ગન હતી
જ્યારે પોલીસ બાથરૂમમાંથી પ્રવેશી ત્યારે આરોપી પાસે એર ગન અને કેટલાક રસાયણો હતા. પોલીસે તેને શરણાગતિ સ્વીકારવા કહ્યું હતુ, પરંતુ આરોપી માન્યો ન હતો. પોલીસે વળતો જવાબ આપતાં તેને ગોળી મારી દીધી હતી. તેને જોગેશ્વરી ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં બાદ ડીસીપી દત્તા કિશન નલાવડેએ માહિતી આપી કે પોલીસને બપોરે લગભગ 1:45 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ, પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ટુડિયોમાં ફસાયેલા બાળકોને બચાવ્યાં હતા.
બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હતા
પોલીસના જણાવ્યાં અનુસાર કુલ 17 બાળકો અને બે નાગરિકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. પોલીસે શરૂઆતમાં આરોપી સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે વાત ન બની ત્યારે પોલીસ સ્ટુડિયોમાં પ્રવેશી હતી. QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) અને સ્પેશિયલ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકોને બચાવી લેવાયા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને વેબ સિરીઝ માટે ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હતા અને પછી તેમને બંધક બનાવવામાં આવ્યાં હતા. બાળકોની ઉંમર 4 થી 5 વર્ષની હતી, જેમાં ઘણી નાની છોકરીઓનો પણ સમાવેશ થતો હતો. આરોપીએ બાળકોને બંધક બનાવતા પહેલા વીડિયો જાહેર કર્યો હતો.
કોણ હતો રોહિત આર્ય ?
રોહિત આર્ય પુણેનો રહેવાસી હતો. શિવસેનાના નેતા દીપક કેસરકર શિક્ષણ મંત્રી હતા ત્યારે તેને એક શાળા પ્રોજેક્ટ માટે ટેન્ડર મળ્યું હતું. પરંતુ રોહિત આર્યનો આરોપ છે કે તેને તે પ્રોજેક્ટ માટે પૈસા મળ્યાં ન હતા.ત્યારબાદ તે વારંવાર મંત્રીના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરતો હતો અને હવે તેને બાળકોને પણ બંધી બનાવ્યાં હતા. તેને આ પગલું કેમ ભર્યું હતુ તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08
દિલ્હી બ્લાસ્ટ: ડો. ઉમર જ હતો વિસ્ફોટવાળી કારમાં, DNA રિપોર્ટમાં મોટો ખુલાસો | 2025-11-13 08:44:49
મુંબઈમાં ડિજિટલ ધરપકડ અને 58 કરોડ રૂપિયાની છેતરપિંડી, તપાસમાં ચીન- હોંગકોંગ- ઇન્ડોનેશિયા કનેક્શન ખુલ્યું | 2025-11-12 09:24:38