આમળાના રસમાં જોવા મળતા તમામ તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો વારંવાર આ રસને દૈનિક આહાર યોજનામાં સામેલ કરવાની ભલામણ કરે છે. પરંતુ ઘણા લોકોને આમળાના રસનો સ્વાદ પસંદ નથી હોતો. જો તમે પણ આમળાના જ્યુસને ટેસ્ટી બનાવવા માંગો છો, તો તમારે આ રેસીપી ઓછામાં ઓછી એક વાર જરૂર ટ્રાય કરવી જોઈએ.
પહેલું સ્ટેપ - આમળાનો રસ ઘરે બનાવવા માટે તમારે આમળા, આદુ, કાળું મીઠું અને પાણીની જરૂર પડશે.
બીજું સ્ટેપઃ પાંચથી સાત આમળાને સારી રીતે ધોઈ લીધા પછી તેના નાના ટુકડા કરી લો. આમળાના દાણા કાઢવાનું ભૂલશો નહીં.
ત્રીજું સ્ટેપ- આ પછી તમારે મિક્સરમાં આમળાના ટુકડા, આદુ અને થોડું પાણી ઉમેરીને બધું બરાબર પીસી લેવાનું છે.
ચોથું સ્ટેપ- જ્યારે આ મિશ્રણની સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય, તો તમારે તેને ગાળીને ગ્લાસમાં કાઢી લેવી.
પાંચમું સ્ટેપ- જો તમે આમળાના જ્યુસને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો તમે કાળું મીઠું અને ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો.
છઠ્ઠું સ્ટેપ- આ સિવાય તમે આ આમળાના જ્યૂસમાં કેટલાક ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો. તમારો આમળાનો રસ સર્વ કરવા માટે તૈયાર છે.
તમે આ રીતે આમળાનો રસ બનાવીને દરરોજ પી શકો છો. થોડા જ અઠવાડિયામાં તમે તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસરો જોવાનું શરૂ કરશો. આમળાનો રસ પીવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘણી હદ સુધી મજબૂત કરી શકો છો. જેના કારણે વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને આ રેસીપી અનુસરીને બનાવેલા આમળાના રસનો સ્વાદ ગમશે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
ગોળનો ટુકડો અનેક રોગોને મટાડે છે ! જાણો- કયા સમયે ખાવો વધુ ફાયદાકારક છે ? | 2025-01-22 09:47:02
Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યો Bigg Boss 18 નો વિજેતા, જીતી આટલી મોટી રકમ અને ટ્રોફી | 2025-01-20 09:35:53
જો તમે સવારે ઉઠતાની સાથે જ કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાનો સામનો કરો છો, તો આ ઘરેલું ઉપાય અજમાવો, તમને તરત જ રાહત મળશે | 2025-01-19 09:48:19
ઘરગથ્થુ ઉપચારથી દાંતના રોગોમાંથી મેળવો છૂટકારો, મીનિટોમાં જ દર્દથી મળશે રાહત | 2025-01-18 12:42:59
સૈફ અલી ખાનની કેવી છે તબિયત ? શંકાસ્પદ હુમલાખોરની નવી તસવીર આવી સામે | 2025-01-18 10:43:39