Fri,19 April 2024,6:20 pm
Print
header

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદઃ ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ છે.કોરોના મહામારીને કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે જો કે ઉતરાયણ ઉજવવા લોકો  તૈયાર છે. દરમિયાન હવામાન વિભાગે પવનની ગતિને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ 15 કિલોમીટરની ઝડપે ઉતર પૂર્વમાં પવન ફૂંકાશે. આ વખતે ઉત્તરાયણમાં પોલીસ ધાબા પોઈન્ટ બનાવીને લોકો પર નજર રાખશે. તહેવારની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે ખાસ જોવાનું રહેશે.

ઉત્તરાયણ દરમિયાનના પ્રતિબંધ અને ગાઇડલાઇન

- જાહેર રસ્તા, મેદાન કે અન્ય જાહેર સ્થળો પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

- નજીકના પરિવારજનો સાથે જ પતંગ ઉડાડવી, કોઇને આંમત્રણ આપવું નહીં

- માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝર સાથે અગાશી પર પતંગ ઉડાડવી 

- ફ્લેટ કે સોસાયટીના રહેવાસી સિવાયની કોઇ વ્યક્તિને અગાશી પર પ્રવેશ નહીં

- અગાશી કે સોસાયટીના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થવા જોઇએ

- મ્યુઝિક સિસ્ટમ અને ડી.જે પર પ્રતિબંધ

- 65 વર્ષથી વધુની વયની વ્યક્તિ, કો-મોર્બિડ વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ અને 10 વર્ષની નીચેના બાળકો ઘરમાં જ રહે તે હીતાવહ

- લોકોની લાગણી દુભાય તેવા લખાણ કે ચિત્રોવાળી પતંગ પર પ્રતિબંધ

- ચાઇનીઝ તુક્કલ, કાચના માંજા, પ્લાસ્ટિક માંજા પર પ્રતિબંધ

- પતંગ બજારમાં જતી વખતે કોવિડ ગાઇડલાઇનનું પાલન

- કોવિડ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારે જારી કરેલી વિવિધ ગાઇડલાઇનનું પાલન

- અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ

- ડ્રોન અને સી.સી.ટી.વી. સહિતની ટેકનોલોજી તેમજ વધારાના પોલીસ બંદોબસ્ત દ્વારા સર્વેલન્સ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch