Thu,25 April 2024,9:55 pm
Print
header

કોંગ્રેસને લાગ્યો જોરદાર ઝટકો, રાહુલ ગાંધીના નજીકના આ દિગ્ગજ નેતા ભાજપમાં જતા રહ્યાં

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી છે. આ સમયે ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ ભાજપના પક્ષ પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થયા બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે યુપીની રાજનીતિમાં જિતિન પ્રસાદની ભૂમિકા મોટી રહેશે.જિતિન પ્રસાદે કહ્યું કે હું 7-8 વર્ષમાં અનુભવ કર્યો છે કે સાચી રીતે કોઈ રાજકીય પક્ષ કામ કરે છે તો તે ભાજપ છે. બાકી બધા પક્ષ ફક્ત વ્યક્તિ વિશેષ અને ક્ષેત્રના થઈ ગયા છે. તેમ કહીને તેમને એક રીતે કોંગ્રસ પર જ નિશાન સાધ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch