નવી દિલ્હીઃ NEET પેપર લીક કેસને લઈને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે NTAએ મોટું પગલું ભર્યું છે. NEET પરીક્ષા યોજવા માટે જવાબદાર સંસ્થા NTAએ 47 કર્મચારીઓને દૂર કર્યા છે. તેમાંથી કેટલાક સામે કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઉપરાંત, NTAની કાર્યપ્રણાલીમાં સુધારો કરવા માટે વધુ પગલાં લેવામાં આવી શકે છે. NTAમાં મોટા પાયે સુધારા કરવાની યોજનાઓ ચાલી રહી છે.
સરકાર હવે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) માં ફેરફારો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આવતા મહિને આ એજન્સીનું પુનર્ગઠન કરવામાં આવશે અને તેની આઉટસોર્સિંગ પ્રક્રિયાઓમાં ફેરફાર કરવામાં આવશે. ભવિષ્ય માટે પરીક્ષાની એવી વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે આ સમગ્ર પ્રક્રિયા એક ઉચ્ચ-સ્તરીય નિષ્ણાંત સમિતિની ભલામણોના આધારે હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે NTA દેશભરમાં JEE, NEET અને CUET જેવી લગભગ 15 થી 20 મુખ્ય રાષ્ટ્રીય-સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે.
NTAમાં માત્ર 24 કાયમી કર્મચારીઓ કામ કરે છે
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, NTAમાં મંજૂર કરાયેલી 39 કાયમી જગ્યાઓમાંથી માત્ર 24 જગ્યાઓ પર અધિકારીઓ કાર્યરત છે, જ્યારે 15 જગ્યાઓ ખાલી છે. સંસ્થાનું કામકાજ સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે, હાલમાં 73 કરાર આધારિત અને 124 આઉટસોર્સ્ડ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. કરાર આધારિત કર્મચારીઓમાં સલાહકારો, સોફ્ટવેર ડેવલપર્સ અને યુવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે રાજ્યસભાને માહિતી આપી હતી કે NTAને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટરના સ્તરે 16 નવી જગ્યાઓ ઊભી કરી છે અને આ જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયમાં વહીવટી ફેરફાર
પરીક્ષાઓને લઈને સતત અનિયમિતતાઓ અને વિવાદો વચ્ચે, શિક્ષણ મંત્રાલયમાં અધિકારીઓની મોટા પાયે ફેરબદલી કરવામાં આવી છે. દરમિયાન, વિરોધ પક્ષો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે. ગુરુવારે મોડી રાત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયમાં, કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીને તેમના પદ પરથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24