Mon,09 December 2024,1:28 pm
Print
header

ED દ્વારા મોટી કાર્યવાહી, સેન્ટિયાગો માર્ટિન અને અન્યનાં ઠેકાણાઓ પરથી રૂ.12 કરોડથી વધુ રોકડ જપ્ત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સેન્ટિયાગો માર્ટિન અને તેની કંપની મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓના પરિષરમાં દરોડા પાડ્યાં હતા. EDએ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી.

EDએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ તપાસના સંદર્ભમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને પંજાબમાં 22 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ED અનુસાર સર્ચ દરમિયાન 12.41 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી અને 6.42 કરોડ રૂપિયાની FDR પણ ફ્રીઝ કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે.

સેન્ટિયાગો માર્ટિનને ચેન્નાઈનો લોટરી કિંગ કહેવામાં આવે છે. માર્ટિને ચૂંટણી બોન્ડ દ્વારા વિવિધ રાજકીય પક્ષોને રૂ. 1,300 કરોડથી વધુનું દાન આપ્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં ઇડી તેમની સામે કાર્યવાહી કરી રહી છે.

એવો આરોપ છે કે માર્ટિને કેરળમાં લોટરીની છેતરપિંડી કરીને સિક્કિમ સરકારને રૂ. 900 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં ઇડીએ ગયા વર્ષે સેન્ટિયાગો માર્ટિનની આશરે રૂ. 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

ઑનલાઇન ગેમિંગ બિઝનેસ

માર્ટિને લોટરી દ્વારા ઓનલાઈન ગેમિંગ બિઝનેસમાં પ્રવેશ કર્યો અને ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઈન્ડિયા નામની કંપની બનાવી હતી. સફળતા હાંસલ કર્યા પછી માર્ટિને કેસિનો અને સ્પોર્ટ્સ સટ્ટાબાજીમાં પણ ઝંપલાવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch