Wed,18 February 2026,12:40 pm
Print
header

જમ્મુ- કાશ્મીરના ડોડામાં મોટો અકસ્માત, સેનાનું વાહન ઊંડી ખીણમાં પડ્યું, 10 સૈનિકો શહીદ થયા

  • Published By dilip patel
  • 2026-01-22 15:11:54
  • /

શ્રીનગરઃ ગુરુવારે જમ્મુ- કાશ્મીરના ડોડામાં સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાડીમાં પડી ગયું છે. આ અકસ્માતમાં સેનાના 10 જવાનો શહીદ થયા છે અને અનેક ઘાયલ થયા છે. સ્થાનિકો અને બચાવ ટીમોએ ઘાયલોને બચાવવા માટે કામગીરી હાથધરી છે.

સેનાના અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે, 17 સૈનિકોને લઈને એક સૈન્ય વાહન ઊંચાઈ પર સ્થિત પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, ડોડામાં ભાદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર ખાની ટોપ નજીક એક બુલેટપ્રૂફ આર્મી વાહન રસ્તા પરથી લપસી ગયું અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 10 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યાં છે, જ્યારે અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતની માહિતી મળતાં જ, સેના અને પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક રહેવાસીઓ પણ પોલીસ અને બચાવ ટીમોને મદદ કરવા પહોંચ્યાં હતા. બચાવ કામગીરી દરમિયાન 10 સૈનિકોના મૃતદેહ મળી આવ્યાં હતા. ઘાયલ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યાં હતા, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.

સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાયલ સૈનિકોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારોને જાણ કરવામાં આવી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch