Sat,08 August 2026,9:51 pm
Print
header

બલૂચિસ્તાનમાં BLA નો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો

  • Published By Panna Patel
  • 2026-07-17 08:15:00
  • /

બલૂચિસ્તાઃ પાકિસ્તાન માટે સુરક્ષા સંબંધિત પડકારો સતત વધી રહ્યં છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ મસ્તુંગ જિલ્લાના ખાદકોચા વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોના કાફલા પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

BLAના પ્રવક્તા જીયંદ બલોચ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલો સંગઠનના ફતેહ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યો હતો. નિશાન બનાવવામાં આવેલા વાહનોમાં પાકિસ્તાની સેનાના જવાનોને લઈ જતી બસો, તેમના સુરક્ષા કાફલા અને બાદમાં ઘટના સ્થળે પહોંચેલી વધારાની સૈન્ય ટુકડીઓનો સમાવેશ થાય છે.

હુમલા બાદ બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો. BLAએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી દરમિયાન 45 થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સંઘર્ષ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તે ટૂંક સમયમાં જ આ કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી જાહેર કરશે. 

તેમણે હુમલાની સમગ્ર રણનીતિ, પાકિસ્તાની સેનાને થયેલી કથિત જાનહાનિ અને લશ્કરી સાધનોના નુકસાન અંગેની વિગતો જાહેર કરવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, BLAના આ દાવાઓ અંગે પાકિસ્તાની સેના કે સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનાઓમાં, BLAએ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના, અર્ધલશ્કરી દળો અને સરકારી મથકો પર થયેલા અનેક મોટા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આના કારણે આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ સતત તણાવપૂર્ણ રહી છે અને પાકિસ્તાન સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch