Mon,13 April 2026,1:19 pm
Print
header

મહુવાના તત્કાલીન મામલતદારે મધ્યાહન ભોજન કેન્દ્ર શાંતિથી ચાલવા દેવા રૂ, 50 હજારની માંગી હતી લાંચ

  • Published By Panna Patel
  • 2026-03-31 16:38:39
  • /

ભાવનગરઃ એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તેમ છતાં ભ્રષ્ટાચારીઓ સુધરવાનું નામ નથી લેતા, ભાવનગરના મહુવાના તત્કાલીન મામલતદાર રૂપિયા 50 હજારના લાંચ કેસમાં એસીબીની ઝપેટમાં આવ્યાં છે.

ફરીયાદી મહુવા તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલક કમ કુક તરીકે સેવા આપે છે. આરોપી જયેશકુમાર ચીમનલાલ મહેતા (તત્કાલીન મામલતદાર, મહુવા) એ ફરિયાદીનું મધ્યાહન ભોજન કેન્દ્રનું કામ શાંતિથી ચાલવા દેવા અને તેમાં કોઈ પણ પ્રકારના વાંધા ઊભા કરી હેરાન-પરેશાન ન કરવાના અવેજ પેટે રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી.

આ માંગણી પૈકી રૂ. 10,000 આરોપીએ તા.01-01-2024 ના રોજ સ્વીકાર્યા હતા, જ્યારે બાકીના રૂ. 40,000 લાંચના છટકા દરમિયાન કોઈ કારણોસર સ્વીકાર્યા ન હતા. જો કે આરોપીએ રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, અંગત આર્થિક લાભ મેળવવા માટે લાંચની માંગણી કરી ગુનાહિત કૃત્ય કરેલ છે અને નિવૃતિ પછી ગુનો સાબિત થતા તેની સામે કાર્યવાહી કરાઇ છે.

  • ગુન્હો દાખલ કરનાર:  આર.ડી.સગર, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી. ભાવનગર
  • સુપરવિઝન અધિકારી: એસ.એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ.
  • ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ વિભાગ
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch