Thu,25 April 2024,7:47 am
Print
header

મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો વીડિયો થયો વાયરલ- Gujarat Post

વાયરલ વીડિયોમાં કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા

વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અગે કોઈ પુષ્ટિ થઈ નથી

ભાજપના કેટલાક નેતાઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું

મહિસાગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે કાયદાની લીરે લીરા ઉડાડતાં વીડિયો વાયરલ થતા હોય છે. હાલ મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યાં છે. આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ શકી.

વીડિયો સાથે ભાજપના હોદ્દેદારોના ફોટા વાયરલ થતાં રાજકીય કાવાદાવા હોવાની વાતે જોર પકડ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અગાઉ પણ જિલ્લામાં આ પ્રકારના વીડિયો સામે આવી ચુક્યાં છે, ભાજપ-કોંગ્રેસના નેતાઓના દારૂ પાર્ટીના અનેક વીડિયો લોકોએ જોયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch