Wed,16 July 2025,8:38 pm
Print
header

ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો

  • Published By panna patel
  • 2025-07-06 09:21:30
  • /

મુંબઇઃ 5 જુલાઈનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો બદલાવ લઈને આવ્યો છે. બે દાયકા પછી ઠાકરે પરિવાર અહીં એક થયો છે. શનિવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એક જ મંચ પરથી ભાષણ આપ્યું હતું. દરમિયાન બંનેએ શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધ્યું હતું.  રાજ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તમારી પાસે વિધાન ભવનમાં સત્તા છે, પણ અમારી પાસે રસ્તાઓ પર સત્તા છે. શિક્ષણ મંત્રી દાદા ભૂસે મારી પાસે આવ્યાં. મેં તેમને કહ્યું કે હું તમારી વાત સાંભળીશ,પણ હું સહમત નહીં થાઉં. આજે જ્યારે મહારાષ્ટ્ર એક સાથે ઊભું રહ્યું, ત્યારે સરકારે જોયું હશે કે જ્યારે આ રાજ્ય એક થાય છે ત્યારે શું થાય છે.

રાજ ઠાકરેએ કહ્યું, હિન્દી ભાષી રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે અને અમને હિન્દી ભાષા શીખવાનું કહે છે. મરાઠા સામ્રાજ્ય દરેક જગ્યાએ પહોંચ્યું, પણ શું આપણે કોઈના પર મરાઠી ભાષા લાદી ? ના. હિન્દી ફક્ત 200 વર્ષ જૂની ભાષા છે. આ લોકોએ હિન્દી લાદવાનો પ્રયાસ ફક્ત એ માટે કર્યો કે મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થઈ શકે છે કે નહીં ? અમે ચૂપ છીએ, તેનો અર્થ એ નથી કે અમે મૂર્ખ છીએ. અમારી પાસે કોના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે તેની સંપૂર્ણ યાદી છે.

ફડણવીસે શાળાનો ઉલ્લેખ કર્યો

રાજ ઠાકરેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અંગ્રેજીમાં ભણ્યા પછી મુખ્યમંત્રી બન્યાં. મારા પિતા અને બાળાસાહેબ ઠાકરે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા. શું તમે મરાઠી ભાષામાં તેમના યોગદાન પર શંકા કરી શકો છો ? લાલકૃષ્ણે કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શું તમે તેમના હિન્દુત્વ પર શંકા કરશો ? જયલલિતા, સ્ટાલિન, ઉદયનિધિ, પવન કલ્યાણ, કમલ હાસન, અભિનેતા વિક્રમ, સૂર્યા અને એ.આર. રહેમાન. આ બધાએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. ભારતીય સેનામાં રાજપૂત રેજિમેન્ટ, શીખ લાઇટ ઇન્ફન્ટ્રી, બિહાર રેજિમેન્ટ, મહાર રેજિમેન્ટ, ગોરખા રાઇફલ્સ, અરુણાચલ સ્કાઉટ જેવા ઘણા યુનિટ છે. પરંતુ જ્યારે દુશ્મન હુમલો કરે છે, ત્યારે બધા એક થઈને તેના પર હુમલો કરે છે. શું તે સમયે કોઈ ભાષા વચ્ચે આવે છે ? હવે આ લોકો તમને જાતિ અને ભાષાના નામે વિભાજીત કરવાનો પ્રયાસ કરશે. પરંતુ અમે મરાઠીઓ તરીકે એક થઈને ઊભા રહીશું, અમે કોઈને પણ અમારી વચ્ચે તિરાડ ઉભી કરવા દઈશું નહીં.

મનસે અને શિવસેનાના કાર્યકર્તાઓને સલાહ

રાજ ઠાકરેએ કહ્યું, ગઈકાલે મીરા રોડ પર એક ઉદ્યોગપતિને મારવામાં આવ્યાં હતા.શું તેના કપાળ પર લખ્યું હતું કે તે ગુજરાતી છે ? આપણે આજ સુધી કંઈ કર્યું નથી. તે માણસને મરાઠી આવડવી જોઈએ. કારણ વગર કોઈને હેરાન ન કરો, પરંતુ જો કોઈ ખૂબ નાટક કરે છે, તો તેના કાનની નીચે બજાવો અને આગલી વખતે જ્યારે તમે કોઈને મારશો, ત્યારે તેનો વીડિયો ના બનાવશો. હવે મુંબઇમાં મરાઠી ભાષા ફરજિયાત કરવા બંને ઠાકરે બંધુઓએ નવી રાજનીતિ શરૂ કરી છે, સામે યુપી જેવા રાજ્યોમાં આ બંને ભાઇઓનો જોરદાર વિરોધ શરૂ થયો છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch