Wed,16 July 2025,8:13 pm
Print
header

પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત

  • Published By Panna patel
  • 2025-06-15 16:54:48
  • /

પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યાં છે. અહીં ઈન્દ્રાયણી નદી પર બનેલા પુલનો અડધો ભાગ તૂટી પડ્યો છે. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણા લોકો હાજર હતા. બચાવ કામગીરી ચાલુ કરી દેવાઇ છે. નદીમાં ડૂબી રહેલા લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 4 લોકોના મોત થયા છે.

શું છે આખો મામલો ?

પુણેના માવલમાં કુંડ મોલમાં પુલ તૂટી પડવાથી કેટલાક પ્રવાસીઓ ડૂબી ગયા છે. આ ઘટના બપોરે લગભગ 3:30 વાગ્યે બની હતી. પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટની તલેગાંવ દાભાડે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કુંડમાલા પાર કરવા માટે એક પુલ છે, જે તૂટી પડ્યો છે.

રવિવાર હોવાથી ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. કેટલાક લોકો પુલ પર ઉભા હતા. તે સમયે પુલ તૂટી પડ્યો અને આ અકસ્માત થયો. પ્રારંભિક માહિતી મુજબ, 10 થી 15 વધુ લોકો ડૂબી ગયા હતા જેમાંથી 4 લોકોના મોત થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch