Wed,24 April 2024,6:26 am
Print
header

મહારાષ્ટ્રઃ સચિવાલયમાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ, સુરક્ષા વધારવામાં આવી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ મચી ગયો છે. કંટ્રોલ રૂમમાંથી આ માહિતી મળતાં મુંબઇ પોલીસની બોમ્બ વિરોધી ટુકડી તપાસ માટે સ્થળ પર પહોંચી ગઇ છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ માહિતી ખોટી હોવાનું જણાઇ રહ્યું છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે બોમ્બ ડિટેક્શન એન્ડન ડિસ્પોજલ સ્કોડ મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયામાં ચેકિંગ કરી રહ્યું છે. કન્ટ્રોલ રૂમને એક ફોન આવ્યો હતો, જેમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાની સૂચના આપવામાં આવી હતી. હાલ તો ફર્જી ફોન હોય તેમ લાગી રહ્યું છે. આગળ તપાસ ચાલુ છે. સચિવાલય સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવામાં આવ્યો છે. બોમ્બની ધમકી મળ્યાં પછી પોલીસે જણાવ્યુ કે મુંબઈમાં મંત્રાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બોમ્બની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને મળી હતી

જાણકારી મુજબ નાગપુરના સાગર નામના શખ્સે આજે બપોરે 12.40 વાગ્યે ફોન કરીને અહીં બોમ્બ રાખ્યો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ બોમ્બ વિરોધી ટુકડી હરકતમાં આવી છે અને મંત્રાલયમાં બોમ્બ હોવાની જાણકારી બાદ તપાસ કરવામાં આવી છે. હજુ સુધી બોમ્બ અથવા તો તે સંબંધિત કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી. મુંબઈ પોલીસનું કહેવું છે કે જે શખ્સે આ પ્રકારનો ફોન કરી સનસની ફેલાવવાની કોશિશ કરી તેની જલ્દી ધરપકડ કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch