Fri,26 April 2024,2:46 am
Print
header

શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post

(file photo)

શિવસેનાએ આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક  બોલાવી

સીએમ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી

ઠાકરેએ અધિકારીઓને કહ્યું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટની અસર વિકાસ કાર્યો પર ન થવી જોઈએ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યાં છે સીએમ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપીને આજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે,બીજી તરફ પાર્ટીના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટિસ જારી કરવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઉદ્ધવ ઠાકરે કાર્યકારિણી બેઠકમાં વર્ચ્યૂઅલ રીતે ભાગ લેશે. બેઠક દરમિયાન ઠાકરે પોતાના રાજકીય ભવિષ્યને લઈને મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા છે. આ બેઠક શિવસેના ભવનમાં બપોરે 1 વાગ્યે યોજાશે.સીએમ ઉદ્ધવે અધિકારીઓને કહ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટની અસર વિકાસ કાર્યો પર ન થવી જોઈએ. પહેલાની જેમ જ તમામ કામકાજ ચાલુ રહેવા જોઈએ.

આજે રામદાસ આઠવલે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક યોજાશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસના નિવાસસ્થાને બેઠક મળશે. મહારાષ્ટ્રની રાજકીય પરિ અંગે બંને વચ્ચે ચર્ચા થશે.આઠવલે NDAના સાથી હોવાથી આ બેઠક મહત્વની માનવામાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch