Fri,19 April 2024,1:20 pm
Print
header

હવે શું થશે ઉદ્ધવ સરકારનું ? શિવસેનાના વધુ ધારાસભ્યો પહોંચ્યાં ગુવાહાટી- Gujarat Post

(ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો)

શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખ્યો

વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ

ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં નહીં

ગુવાહાટીઃ શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો પણ ગુવાહાટી શિંદે પાસે પહોંચ્યાં છે.

ગુવાહાટીમાં હાજર બળવાખોર ધારાસભ્ય સંજય સિરસાતે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું અનેક વખત અમે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતુ કે કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં જ નહીં.

શિવસેના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે ઉદ્ધવ ગ્રુપે ડેપ્યુટી સ્પીકરને 12 ધારાસભ્યોએ ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જેમાં એકનાથ શિંદે, તાનાજી સાવંતો, અબ્દુલ સત્તારી, પ્રકાશ સુર્વે, યામિની યાદવ. લતા ચૌધરીના નામ સામેલ છે. શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને જાણ કરી છે કે એકનાથ શિંદે ગૃહમાં તેમના નેતા રહેશે. તેઓ આજે પણ પાર્ટી વિધાયક દળના નેતા છે. પત્રની કોપી ડેપ્યુટી સ્પીકર, રાજ્યપાલ અને વિધાન પરિષદના સચિવને મોકલવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ બધાની વચ્ચે શું રણનીતિ બનાવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch