Fri,19 April 2024,10:07 am
Print
header

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર છું, મને CM પદનો મોહ નથી- gujarat post

ઉદ્ધવે કહ્યું આ ધારાસભ્યો મને મળી શકતા હતા, સુરત જવાની શું હતી જરૂર ?

ધારાસભ્યોએ કરેલા આ બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો 

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મને કોઈ મુખ્યમંત્રી પદનો મોહ નથી. હું બાલાસાહેબ ઠાકરેનો પુત્ર છું. ધારાસભ્યો મને મળી શકતા હતા. સુરત જવાની શું જરૂર હતી ? જો તેઓ આ પદે મને નથી ઈચ્છતા તો હું મુખ્યમંત્રી પદ છોડી દઇશ, જો મારું કામ તેઓને પસંદ ન પડે, તો મને મોંઢા પર કહી શકે છે. હું રાજીનામું આપવા તૈયાર છું. શિવસૈનિકો ગદ્દારી ના કરે.

શિવસેનાને જનતાનું સમર્થન છે.રાજ્યમાં કોઈ અનુભવ વિના કોરોના મહામારી સામે લડત લડ્યો અને પ્રામાણિકતાથી કામ કર્યું. અનેક ધારાસભ્યો અમને ફોન કરી રહ્યાં છે અને કહે છે કે અમે પરત આવીશું.એવો આરોપ છે કે, શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધુ છે. પરંતુ હું કહેવા માંગીશ કે, શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુઓ છે. હિન્દુત્વ શિવસેનાથી દૂર ના થઈ શકે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે, આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યાં છે. હાલ એકનાથ શિંદેની સાથે 30 થી વધુ ધારાસભ્યો હોવાનું અનુમાન છે. ધારાસભ્યોએ કરેલા બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch