મુંબઈઃ દેશમાં કોરોનાની બીજી લહેરનું કાતિલ મોજું ફરી વળ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત 10થી વધુ રાજ્યોની હાલત સૌથી વધારે ખરાબ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે.કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે.જેની જાહેરાત બે દિવસમાં જ થાય તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન નાંખવામાં આવશે તેવા અહેવાલ સામે આવતાં જ મોટાભાગના શહેરોમાં લોકોએ ખરીદી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને લાઇનો લગાવી હતી. રાશનની દુકાનો, મોલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.લાઇનમાં ઉભેલા લોકોના કહેવા મુજબ જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાન ચાલુ રહેશે પણ આપણે સૌ ગત વર્ષે શું થયું હતું તે જાણીએ છીએ. મારા પરિવારને દાળ, ચોખા મળશે કે નહીં તેને લઈ હું ટેન્શન લેવા નથી માંગતો. આ સ્થિતિમાં સ્ટોક કરવામાં કંઇ ખોટું પણ નથી.
રાજ્યમાં ગમે ત્યારે લોકડાઉન લાદવાની જાહેરાત થઈ શકે છે, જેને લઈ અમે લોકડાઉન દરમિયાન કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છીએ. કોરોનાના વધતાં કહેરના કારણે મહારાષ્ટ્રના ઘણા મોટા શહેરોમાં બેડની પણ અછત ઉભી થઈ છે તે માટે કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવી રહી છે.
સોમવારે રાજ્યમાં 51,751 નવા કેસ નોંધાયા હતા.જયારે વધુ 258 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34,58,996 પર પહોંચી છે. જ્યારે 28,34,473 કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 58,245 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,64,746 છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03