મુંબઈઃ મહારાષ્ટ્રના કાર્યકારી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાંજે 5 વાગ્યે NCP નેતા સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અજીત પવારના નિધન બાદ તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેઓ રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બન્યાં છે.
NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સંકેત આપ્યો હતો કે NCP (શરદ પવાર જૂથ) સાથે વિલય (જોડાણ) અંગેનો નિર્ણય સુનેત્રા પવાર પોતે જ લેશે. તેમણે કહ્યું કે, આજે અમારું કામ નવા નેતાની પસંદગી કરવાનું હતું. આ મુદ્દે હવે અંતિમ નિર્ણય નેતા જ લેશે" NCP ધારાસભ્ય સંગ્રામ જગતાપે પણ જણાવ્યું હતું કે વિલય અંગેનો નિર્ણય પક્ષના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
સુનેત્રા પવારનો જન્મ 1963 માં ધારાસિવના રાજકીય પરિવારમાં થયો હતો, પરંતુ લગ્ન બાદ વર્ષો સુધી તેમણે પોતાની ઓળખ એક સક્રિય રાજકારણીને બદલે સમાજ સેવિકા તરીકે સ્થાપિત કરી હતી. તેમણે બારામતીના કાઠેવાડી ગામને નિર્મલ ગ્રામ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના માટે 2006માં આ ગામને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે હાઈટેક ટેક્સટાઈલ પાર્ક દ્વારા હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડીને આર્થિક સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
— ANI (@ANI) January 31, 2026
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
રાજકારણ સુનેત્રા પવારના લોહીમાં છે. તેમના પિતા બાજીરાવ પાટીલ અને ભાઈ પદમસિંહ પાટીલ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ રહ્યાં છે. 1985માં શરદ પવાર અને પદમસિંહ પાટીલની ગાઢ મિત્રતાને કારણે સુનેત્રાના લગ્ન અજિત પવાર સાથે થયા હતા. તેમના બે પુત્રો છે, પાર્થ પવાર અને જય પવાર. લાંબો સમય પડદા પાછળ રહીને પરિવાર અને સંસ્થાને સાચવ્યા બાદ, 2023માં NCPમાં પડેલા વિભાજન પછી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને 2024માં રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા હતા.
રાજ્યસભાના સાંસદ તરીકે સુનેત્રા પવારનો ટ્રેક રેકોર્ડ પ્રશંસનીય રહ્યો છે. તેમણે કૃષિ, પર્યાવરણ અને રેલવે જેવા પાયાના મુદ્દાઓ પર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ પ્રશ્નો પૂછીને પોતાની ગંભીરતા સાબિત કરી છે. ફેબ્રુઆરી 2025માં તેમની પસંદગી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના પેનલમાં પણ કરવામાં આવી હતી. હવે અજિત પવારના અકાળે અવસાન બાદ ઊભી થયેલી રાજકીય શૂન્યાવકાશને ભરવા માટે મહાયુતિ ગઠબંધન તેમના પર ભરોસો મૂકી રહ્યું છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
મોનસૂનની ચાલ: દેશમાં 14 ટકા ઓછો વરસાદ, પણ જ્યાં વરસ્યો ત્યાં આફત બની તૂટી પડ્યો | 2026-09-01 09:21:23
નેપાળમાં એક જ ઘરમાંથી 23 મૃતદેહો મળી આવ્યાં, 4000 લોકો હજુ પણ ગુમ, મૃત્યુઆંક 962 પર પહોંચ્યો | 2026-09-01 09:15:32
દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ જેવી હેવાનિયત: પડદાવાળી બસમાં 47 કિમી સુધી 16 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ | 2026-08-31 12:31:08
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26