Fri,26 April 2024,3:10 am
Print
header

મહારાષ્ટ્રના આ 18 જિલ્લાઓમાંથી હટાવાશે લોકડાઉન

મુંબઇઃ કોરોના( Corona)ની બીજી લહેરમાં મહારાષ્ટ્ર(Maharashtra) ને સૌથી વધુ અસર થઇ છે હવે અહીં સ્થિતિ ધીરે ધીરે સારી થઈ રહી છે. દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.રિકવરી દરમાં પણ વધારો થયો છે સાથે જ લોકોને ઝડપથી રસી અપાઇ રહી છે.હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તેથી લોકડાઉનને (Lockdown) હળવું કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી મહારાષ્ટ્ર સરકારે 5-લેવલના અનલોક(Unlock)નો નિર્ણય લીધો છે.

લેવલ-1 માં આવતા જિલ્લાઓમાંથી લોકડાઉન સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. જેમાં થાણે સહિત લેવલ -1 માં કુલ 18 જિલ્લાઓ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈને લેવલ -2 માં સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઇમાં ઝડપથી કોરોના ઇન્ફેક્શનથી સર્જાયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે અમે રાજ્ય માટે પોઝિટિવિટી રેટ અને જિલ્લાઓમાં ઓક્સિજન બેડની સ્થિતિના આધારે 5-લેવલ અનલોક (Unlock)ની યોજના તૈયાર કરી છે. સૌથી ઓછા પોઝિટિવિટી રેટ ધરાવતા જિલ્લાઓમાં કોઈ નિયંત્રણો રહેશે નહીં.જે જિલ્લાઓમાં અનલોક કરવામાં આવ્યું છે તેમાં ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ચનાદરપૂર, ઘુલે,ગોંદિયા, જાલના, લાતૂર, નાગુપર, નાંદેડ, નાશિક, પરભણી, થાણે, વર્ધા, વાસીમ, યવતમાલ સામેલ છે. દર શુક્રવારે કલેક્ટર પોતાના જિલ્લામાં રિવ્યૂં કરશે અને રિપોર્ટ સરકારને આપશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર (Maharashtra) માં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) વાયરસના 15169 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 285 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત એ છે કે નવા કેસની સામે લગભગ બમણા લોકો સાજા થયા છે. મંગળવારની સરખામણીમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. પરંતુ અગાઉ કરતા ઘણા ઓછા કેસ આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch