Fri,20 September 2024,12:58 pm
Print
header

મુંબઈમાં એન્ટી નોર્કોટિક્સ સેલે 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું, એક વિદેશી સહિત 2ની ધરપકડ- Gujarat Post

મુંબઈઃ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલે ધારાવી અને દહિસર વિસ્તારમાં દરોડા પાડ્યાં છે. કાંદિવલી અને ઘાટકોપર એકમોના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા આ દરોડામાં ડ્રગ્સ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મુંબઈના ધારાવી વિસ્તારના માટુંગા લેબર કેમ્પમાંથી શાહરૂખ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શાહરૂખ 26 વર્ષનો છે અને ડ્રગ્સ સ્મગલિંગમાં સામેલ છે. તેની પાસેથી 4 કિલો 740 ગ્રામ ડ્રગ્સ  મળી આવ્યું છે.

કાંદિવલી યુનિટે દહિસરમાં એક ઘરમાં દરોડા પાડ્યાં હતા અને  એક નાઈજીરિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે તેમને ડ્રગ્સ કોણે આપ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં પણ ડ્રગ્સ મળ્યું હતુ.નાર્કોટિક્સ સેલે નવી મુંબઈમાં દરોડા પાડ્યાં હતા. આ દરોડામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. નવી મુંબઈ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેની આગેવાની હેઠળના આ ઓપરેશનમાં વાશી, કોપરખૈરડે, ખારઘર અને તલોજા પોલીસ સ્ટેશનમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા, કુલ 74 વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી. એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 5 કેસ નોંધાયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch